પ્રિત કરી પછતાય - 10

  • 2.7k
  • 1
  • 1.3k

પ્રિત કરી પછતાય* 10 "પપ્પા આઈ..પપ્પા આઈ.." સાગર ને જોતા જ કાલી ઘેલી ભાષામાં પોતાની ખુશાલી વ્યક્ત કરતી પાંચ મહિનાની માલતી સાગરની ટાંગો ને વળગી ગઈ.પોતાની પુત્રી નો પોતાના ઉપરનો પ્રેમ જોઈને સાગરે એને ઊંચકી ને ચુમી લીધી. સાગર ઓફિસે થી ક્યારેય નવ વાગ્યા પહેલા ઘરે ના આવતો.આજે એને વહેલો આવેલો જોઈએ ઝરણાએ નવાઈ પામતા પૂછ્યુ. "શુ વાત છે?આજે કંઈ વહેલા વહેલા." "આજે ઓફિસે જ નથી ગયો." "કેમ?" "બસ એમ જ " "તો પછી અત્યાર સુધી ક્યાં હતા?"આશ્ચર્યથી ઉછળતા એણે પૂછ્યુ."જુહુ પર ગયો હતો" "એકલા એકલા જ ફર્યા કરો." ઝરણાના મગજનો પારો થોડોક ઉપર ચડ્યો. "અમને તો ક્યાંય જવાનું મન