પ્રિત કરી પછતાય - 5

  • 2.6k
  • 1
  • 1.6k

પ્રિત કરી પછતાય* 5 "અરે સાગર.તુ અહીં બેઠા બેઠા શું કરે છે?" અચાનક એક ચીર પરિચિત સ્વર સાગર ના કાને અથડાયો.અને સાથે સાથે એક ધબ્બો પણ એની પીઠ ઉપર પડ્યો. ભૂતકાળની ભુતાવળો જે અત્યાર સુધી એની નજર સામે નાચી રહી હતી એ પીઠ ઉપર ધબ્બો પડતા જ ઉડન છુ થઈ ગઈ.સાગર પણ એકદમ ચમકી ગયો.પાછળ ફરીને એણે જોયુ તો તેનો લંગોટયો મિત્ર અશ્વિન એના મુખ માના બત્રીસે બત્રીસ દાંત દેખાડતો ઉભો હતો. "તુ મને અહીં મળી જઈશ એવી મને આશા ન હતી સાગર." સાગર ની બાજુમાં બેસી જતા.અશ્વિન બોલ્યો. "હા યાર ઘરેથી તો નીકળ્યો હતો ઓફિસે જવા પણ પછી અચાનક