પ્રિત કરી પછતાય - 2

  • 3.4k
  • 1
  • 2.2k

પ્રિત કરી પછતાય* 2 "શુ કહેવુ છે?" સાગરના આ સવાલથી સરિતા શરમાઈ ગઈ.હવે આગળ શું બોલવું સાગરને કઈ રીતે કહેવુ કે. "હું તમને..."" કેમ શું થયું? કેમ ચૂપ થઈ ગઈ?" સરિતા ને ખામોશ જોઈને સાગરે પૂછ્યુ. જરા વાર લાગી સરિતાને આગળ બોલવા મા. થોડીક હિંમત ભેગી કરીને પોતાના હૃદયમાં ઉતારતી હોય એમ પહેલા સરિતાએ એક ઊંડો શ્વાસ લીધો.અને પછી બોલી. " મારે કંઈક જોઈએ છે તમારી પાસે થી."" મારી પાસેથી?." સાગરે અચરજ પામતા પૂછ્યુ. સરિતાનો આ. *કંઈક* શબ્દ એને રહસ્યમય લાગ્યો.સરિતા થી માંડ માંડ હકાર માં માથું હલ્યુ. "શું જોઈએ છે?"" પહેલા તમે કહો કે આપશો" સરિતાને વિશ્વાસ ન હતો