" મસોતુ"માં એ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લેતા પહેલા થિંગડાઓ મારેલી સાડી આપતા કહ્યું હતુ ' આના નાના નાના ટુકડા કરી સાચવીને રાખજે . તારી ચા નું ટેબલ સાફ કરવા કામ લાગશે . અને હા...રેખલી તને ગમતી હોયતો વેળાસર વાત કરીને પરણી જા જે , હુ જઈશ પછી રોટલા કોણ ખવડાવશે ?જયેશ જવાબ આપતા બોલતો ' તારું ઉપર જવાનુ રહેવા દે ને... મને રોજેરોજ રોટલા તો તારા હાથના જ ખાવા છે....અને પરણવા માટે થોડુ ભેગુ તો થવા દે મારી માવડી....., બોલતા બોલતા હસવા લાગ્યો .. અને આ જ હાસ્ય પળવારમાં તો રુદનમાં બદલાય ગયુ . માં ખરેખર મને છોડીને દૂર