' નિજ ' રચિત ત્રણ લઘુવાર્તાઓનો સંપુટ ( અણ )સમજુ બાળકો ...1. દૂરથી સાયરન વગાડતી એમ્બ્યુલન્સ ધસમસતી આવતી હતી ને ભયંકર ટ્રાફિકમાં અટવાઈ ગઈ. ન આગળ કે ન પાછળ. ડાબી બાજુએ ફોર વ્હીલ ગાડીઓ હતી તો જમણી બાજુ ડીવાઈડર.એમ્બ્યુલન્સથી ચસ્કાય એવું જ ન હતું . ડ્રાઈવરે અલગ અલગ સાયરન પણ વગાડી તોય જરાય જગ્યા ન થઈ તે ન જ થઈ. અચાનક ચારેક પંદર સોળ વરસના બાળકો ક્યાંકથી આવી ચડ્યા, ને રમકડાવાળી સીસોટીથી ટ્રાફિક ક્લીઅર કરવા માંડ્યા . પંદર જ મિનિટમાં ટ્રાફિક ક્લીઅર થઈ ગયો અને એમ્બ્યુલન્સ રમરમાટ આગળ વધી ગઈ. મેં બાળકોને ઉભા રાખીને શાબાશી આપી. એમાંના એક બાળકનો જવાબ