અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 36

  • 1.3k
  • 1
  • 584

૩૬ રણમોરચો સળગ્યો! સમી સાંજનો વખત હતો. હજારો શંખનાદથી અચાનક ચૌલુક્ય છાવણી એ વખતે ગાજી ઊઠી. એ સાંભળીને એક પળભર ધારાગઢના દક્ષિણ દરવાજે ઊભેલા એક રૂપાળા જુવાન માલવી જોદ્ધાની મુખમુદ્રા ઉપર ચિંતાની એક રેખા આવી ગઈ. તેણે પોતાની પાસે ઊભેલા એક સશક્ત અને તેજસ્વી વયોવૃદ્ધ જોદ્ધા સામે જોયું: ‘કાકા! આ તો આમાં પણ પાર ઊતર્યો લાગ્યો છે સોલંકી, આપણે મોડા પડ્યા!’ ‘ઊતરે બાપ! ઊતરે, કેમ ન ઊતરે! એની પડખે બાબરું રહ્યું’ વૃદ્ધે કહ્યું. ‘પણ આપણે આ શંખનાદનો પ્રત્યુતર આપો હવે. આપણે પણ રણભેરી જગાડો. એને જુદ્ધ કાલે પ્રભાતે કરવું હશે; તોપણ આપણે અત્યારે જ કરવું છે!’ ‘અત્યારે કાકા? રાતે?’ ‘હા