અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 35

  • 1.8k
  • 1
  • 968

૩૫ બંને સામસામા કાકભટ્ટ પ્રત્યે સેનાપતિ કેશવને હવે શંકા આવી ગઈ. એની પાટણભક્તિ ભલે અવિચળ હોય; એની મહારાજભક્તિમાં કાંકરી હતી. એ એના ઉપર નજર રાખી રહ્યો. એને ખાતરી થઇ ગઈ હતી કે આ સઘળા કોઈક એવો ભવિષ્યવ્યૂહ ગોઠવતા હતા કે ત્યાગભટ્ટ ત્રણ બદામનો બની રહે! માલવજુદ્ધને અંતે ત્યાગભટ્ટની વાત જ મહત્વનું રૂપ ધારશે એની પણ એને પ્રતીતિ થઇ ગઈ પણ એ પ્રતીતિ થઇ તેમ તેમ એ વ્યૂહને ભેદી નાખવાની એણી તમન્ના વધતી ગઈ. મહારાજ જયસિંહદેવ આ જાણતા ન હતા, તેમ ન હતું. પણ એક તો આંતરઘર્ષણ અટકાવવા માટે. બીજું, સોમનાથનું ભાવબૃહસ્પતિએ આપેલું વેણ; એમાં એમને અચળ શ્રદ્ધા લાગી. કેશવે પણ