ગુમરાહ - ભાગ 24

(14)
  • 2.5k
  • 2
  • 1.5k

ગતાંકથી... જરૂર જેટલી હકીકત ડૉક્ટરને પૃથ્વીએ જણાવી અને ઇન્સ્પેક્ટર ની સારવારનું કામ સોંપીને તે એકદમ ભોંયરાની અંદર ધસી ગયો. ભોંયરાના વચલા ચોગાનમાંથી આવતા જે સિપાઈની બાજુએ થઈને શ્વાસને રૂંધીને પસાર થયો હતો તે સિપાઈની કેવી હાલત છે તે જોવા માટે પૃથ્વી અંદર ગયો હતો. તેને માલુમ પડ્યું કે તે સિપાઈ પણ બેશુદ્ધ બની ગયો હતો. રોમેશ ને બોલાવી તેની મદદથી તે સિપાઈને તેને બહાર કાઢ્યો. હવે આગળ.... ડોક્ટરની મદદથી આ બેહોશ થયેલા અને ભાનમાં કરવામાં ઘણો સમય વીતી ગયો. સવારના ચાર થવા આવ્યા ત્યારે તેઓની કોશિશ સાકાર થઈ. સૌથી પહેલો ઇન્સ્પેક્ટર ખાન ભાનમાં આવ્યો. તેમની નજર અચાનક જપૃથ્વી પર પડી.