અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 2

  • 3.5k
  • 1.9k

કેટલાક ઋણાત્મક સંબંધો કુદરતી આત્મિક હોય છે,જન્મો જનમથી આત્મા સાથે બંધાયેલા હોય છે..લખેલા ત્રણેય શબ્દોનો ફોટો લીધો, પછી લેંસમાં ગુજરાતીમાં ભાષાંતર કર્યું.. આ શબ્દોના અર્થ હતા.. આ સ્પષ્ટીકરણ થતાં તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ..ત્રણેય શબ્દો નહિ પણ ત્રણ નામ હતા.. ઓમ, આસમા અને રૂહાની.. સીમા આ શબ્દ વાંચી વિચારોમાં ઘેરાવા લાગી.. કારણકે તે આ ભાષા અને નામોથી બિલકુલ અપરિચિત હતી.. સીમાની સિક્સ સેન્સ કહી રહી હતી કે આરવ કોઈ મુસીબતમાં છે..તેણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ સૌનું સારું થાય! સૌનું કલ્યાણ થાય.. તમે મારા પરિવારની, ખાસ કરીને આરવની રક્ષા કરજો! એ એકલો ભરૂચમાં છે. એની સાથે રહેજો!