અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 28

  • 1.8k
  • 1
  • 1k

૨૮ એક એવી ચિંતા! કાકભટ્ટની વાત જાણ્યા પછી ઉદયનના દિલમાં એક નવી ચિંતા આવી ગઈ હતી. કાંતિનગરીમાંથી ગજેન્દ્ર લેવા માટે ગયેલ જયસિંહ મહારાજ ને યશોવર્મા ક્યાંક રસ્તામાં રોકે નહિ.  કાકભટ્ટની વાતમાંથી એ જ સાર નીકળતો હતો. યશોવર્મા મદદ લેવાનું તો બાનું કરીને આવ્યો ન હોય! અને આંહીંથી હકીકત જાણી રસ્તામાં ગજેન્દ્રને રોકી રાખે. એને વાતનો તાગ લેવા જેવું લાગ્યું. કાંતિનગરી પહોંચીને પોતે મહારાજ સિદ્ધરાજને શી રીતે અને કયા નિમિત્તે મળવું એનો જ વિચાર કરી રહ્યો. વળી કુમારપાલજીના સાહસની પણ ચિંતા હતી.  બંને જણા કાંતિનગરી તરફ ચાલ્યા, ત્યારે હજી આ વસ્તુનો નિર્ણય એ કરી શક્યો ન હતો. એટલામાં એને સાંભર્યું કે