અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 25

  • 1.5k
  • 1
  • 794

૨૫ ત્રણ ઘોડેસવારો કોણ? પોતે કોની પાછળ જઈ રહ્યો છે એ સવાર થયા પહેલાં ખબર પડે તેમ કાકભટ્ટને લાગ્યું નહિ. એણે અનુમાન ધાર્યું કે એક તો કેશવ સેનાપતિ હોય, પણ  બીજા બે કોણ હોઈ શકે તે કળવું મુશ્કેલ બન્યું. બીજા ગમે તે હોય, પણ એ ચોક્કસ પેલા ગજની શોધમાં નીકળ્યા હોય તે સંભવિત હતું. તો બીજા ત્યાગભટ્ટ અને ત્રીજો – કોણ દંડદાદાકજી હશે? કે મહાદેવ? કે મુંજાલ મહેતો? એમાં કોઈની શક્યતા ન લાગી. ત્યારે શું મહારાજ પોતે હશે? મહારાજ પોતે હોય ને આ પ્રમાણે એને દેખે તો શું થાય? એણે ધીમે ધીમે દિશા સાચવીને અંતર વધારવા માંડ્યું. એને લાગ્યું કે