અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 18

  • 1.7k
  • 1
  • 996

૧૮ મહાઅમાત્ય દંડદાદાકને ત્યાં ઉદયન મહાઅમાત્ય દંડદાદાકને મળવા જઈ રહ્યો હતો એ દંડદાદાક, મહારાજની પાસે એક પ્રકારની અનોખી પ્રતિષ્ઠા ધરાવતા હતા. એ માત્ર મહાઅમાત્ય ન હતા, એનાથી કાંઈક વિશેષ હતા. પણ અત્યારે તો ઉદયનને એક નવી જ દ્રષ્ટિ મળી હતી. દંડદાદાક, ભાવબૃહસ્પતિ અને કેશવ એ ત્રિમૂર્તિ વિશે ઉદયનને લાગ્યું કે, એ ત્રણેને અવંતીનો પ્રાચીન ગૌરવશાળી વારસો પાટણમાં ઊભો કરવાની લગની છે. એ લગની તો મુંજાલ મંત્રીને પણ છે. પોતાને ક્યાં નથી? પણ એવી ઘેલી કલ્પનામાં કેટલાં જુદ્ધ કરવાં પડે ને એમાં પાટણ પોતે જ હતું ન હતું થઇ જાય, એવું કોઈ વ્યવહારુ સત્ય આ ત્રિપુટીની સમજણમાં આવ્યું હોય તેમ લાગ્યું