અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 17

  • 2k
  • 1
  • 1.1k

૧૭ કાક ઊપડ્યો! ઉદયને સાંભળવાનું બધું સાંભળી લીધું હતું. એના ઉપરથી એ પોતાનું અનુમાન પણ કરી શક્યો, ભુવનેશ્વરીને એક વખત એ બરાબર જાણી શક્યો હતો. એણે મહારાજને પોતાના બનાવી લીધા હતા. બરાબર એ વસ્તુ જાણે આજે ફરીને પ્રગટી હતી. પ્રતાપદેવી સ્પષ્ટ બોલી હતી. એને પટ્ટણીઓની સંસ્કારિતા વિશે બહુ ઊંચો અભિપ્રાય લાગ્યો નહિ.  એનું ચાલે તો એ ગુજરાતના રાજાને ઘેલી યુદ્ધપરંપરામાં ભારતવર્ષના દિગ્વિજયનો મહત્વાકાંક્ષી ખ્યાલ આવે. એનું ચાલે તો એ કાન્યકુબ્જ ને કર્ણાટક સુધી એકચક્રી સત્તાનો તરંગી ખ્યાલ આ રાજાને આપે. એનું ચાલે તો વિદ્યાધામમાં બધો ખજાનો ખાલી કરાવે. એનું ચાલે તો એ એકધર્મનું રાજશાસન ચલાવે! એણે ત્યાગભટ્ટને એવો સોમરસ પાયો