અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 15

  • 2.1k
  • 1
  • 1.3k

૧૫ પહેલો પાસો મલ્હારભટ્ટ મનમાં ને મનમાં મલકાતો હતો. એણે ખંભાતના રાજાને પોતાનો સાથી બનાવી દીધો હતો. આજે એના મહત્વનો પાર ન હતો. એને રાજા જયસિંહદેવે ઘણું જ ગુપ્ત રાજકાર્ય સોંપ્યું હતું. એના મનથી એ ઉદયનને સાથે લઇ જતો હતો.  એની પડખે ચાલી રહેલો ઉદયન એની ગમ્મત ઉડાવી રહ્યો હતો: ‘ભટ્ટજી! તમે એક મને માથાના મળ્યા હો! હું તો તમારી આ હોંશિયારી ઉપર છક્ક થઇ ગયો છું. તમારા જેવા જો થોડાક ભટ્ટરાજ આ મોરચે મહારાજ પાસે હોત!’ મલ્હારભટ્ટ હસી પડ્યો: ‘પણ બરાબર તમારું ઉપાડ્યું નાં?’ ‘અરે, બરાબર ભટ્ટજી! બરાબર! હવે મને વિશ્વાસ બેઠો કે તમે સોમાં સોંસરવા નીકળો! તમે ભેગા