અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 13

  • 1.9k
  • 2
  • 1.1k

૧૩ ચૌહાણોની દેરી! ચૌહાણ રજપૂતોની કુલદેવી માતા આશાપુરી છે. જયસિંહ મહારાજના ચૌહાણ સૈનિકોએ પોતાની કુલદેવીનું એક નાનકડું થાનક ધારાગઢ મોરચે ઊભું કર્યું હતું. ત્યાં અવારનવાર તેઓ મળતા. ચૌહાણોમાં એક વર્ગ ધીમેધીમે એવી માન્યતા ધરાવતો થયો હતો કે જતે દહાડે પાટણનું રાજ ચૌહાણોનું થવાનું છે! એ માન્યતાને ટેકો આપનારાઓની પણ ખોટ ન હતી. દરેક ગુરુશુક્રનું નામ જાણનારો પોતાની આંગળીને વેઢે એ વાત હોવાની ખાતરી આપતો. પૃથ્વી પરમારની હતી પણ ધરતી ચૌહાણોની હતી, એવી ગાંડીઘેલી માન્યતાએ ચૌહાણ સૈનિકોને પાટણ પ્રત્યે લોભથી જોતા કર્યા હતા. મહારાજ જયદેવ સોમેશ્વરને આંગળીએ વળગાડીને ફેરવતા એમાં એમની આ અભિલાષાના પડઘા સંભળાતા. કાંચનદેવીની એ જ ઈચ્છા હતી.  અણહિલપુર