અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 10

  • 1.8k
  • 1
  • 1.1k

૧૦ સ્તંભતીર્થના રાજા ઉદયન વિચાર કરતો પાછો ફરી રહ્યો હતો, પણ એના મનને ક્યાંય શાંતિ ન હતી. હાર્યો દા લેવાની એને ટેવ ન હતી. મહારાજ સાથે કોણ હતું એ એ ન જાણે ત્યાં સુધી એને ચેન વળે તેમ ન હતું. એણે જોયું કે તમામ પોતપોતાને રસ્તે પાછા ફરી રહ્યા છે. એણે જાણી જોઇને પોતાના અશ્વને ધીમી ગતિએ લીધો. ચારે તરફ કાકને શોધવા દ્રષ્ટિ ફેરવતો હતો પણ એ માનવસાગરમાં ડૂબી ગયેલો લાગ્યો, કૃષ્ણદેવનો તો એને ભરોસો ન હતો. એ કાકને શોધતો આગળ વધ્યો.  રસ્તે એનાથી થોડે દૂર એક ઉત્તુંગ ગજરાજ જઈ રહ્યો હતો.  ‘કોણ હશે?’ ઉદયનને વિચાર આવ્યો. તેણે પોતાની ગતિ