અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 8

  • 2.2k
  • 1
  • 1.3k

૮ કાક અને ઉદયન જયસિંહ સિદ્ધરાજને મળવા જતાં ઉદયનને આજે જેવો ભય જણાતો હતો તેવો એણે પોતાના જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હતો. કૃષ્ણદેવે એને કહ્યું તે સાચું હતું. માથા સાટે રમત કર્યા વિના કોઈ પણ માણસ આંહીં કુમારપાલનો પક્ષ લઇ શકે તેમ હતું જ નહિ. એ વિચાર કરતો-કરતો આગળ વધ્યો. જેમજેમ મહારાજનો મુકામ નજીક આવતો ગયો, તેમતેમ માણસોની બને વાહનોની ભીડ વધતી ગઈ. શિબિરની પાસે એ આવી પહોંચ્યો. ચારે તરફની નાની ટેકરીઓમાં પ્રગટાવેલી દીપીકાઓના પ્રકાશમાં ત્યાં સઘળું ઝળાંઝળાં થઇ રહ્યું હતું. હાથીઓની, રથોની, પાલખીઓની, ઘોડાઓની, અને સુખાસનોની હારની હાર ચારે તરફ ઊભી હતી. થોડેથોડે આંતરે નજર રાખતા હોય તેમ કેટલાંક