અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 5

  • 2.1k
  • 1
  • 1.3k

૫ કૃષ્ણદેવને ત્યાં! ઉદયનને આખે રસ્તે પોતાના આ વિચિત્ર પણ મૂલ્યવાન સાથીના વિચાર આવતા હતા. એને હવે શી રીતે પોતાની પાસે કે કૃષ્ણદેવ પાસે જ રાખી લેવો, ને એની માહિતી સાચી હોય તો એનો પ્રથમ ઉપયોગ કરી લેવો, એ યોજના એ મનમાં ઘડી રહ્યો હતો. એક વખત સૈનિકોના ધામમાં પહોંચ્યા એટલે તો આ જુદ્ધરસિયો જીવ ઠરી ઠામ બેસે તેમ એને લાગ્યું નહિ. પણ એણે જે કુમારપાલ વિશે વાત કરી તે એને ફરીફરીને સાંભરી આવી. કૃષ્ણદેવ છેક સામે આવીને કુમારપાલને રવાના કર્યા પછી જ પાછો ફર્યો એ સૂચક હતું. એ કૃષ્ણદેવને લાગે કે મહારાજ જયસિંહદેવની નજર આ તરફ ઠીક નથી એટલે