અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 4

  • 3.4k
  • 2
  • 1.5k

૪ અર્જુન ભટ્ટનો વંશજ! બીજા દિવસે વહેલી સવારમાં જ ઉદયન, સોલંકી છાવણીની નજીક આવી પહોંચ્યો. છાવણીની છેલ્લી ચોકીનું તાપણું ત્યાં સ્પષ્ટ એની નજર સામે દેખાતું હતું. જંગલને અર્ધચંદ્રાકારે વીંટળાઈને પડેલી છાવણીમાં અનેક તાપણીઓ અત્યારમાં પ્રગટી ગઈ હતી. શિયાળા જેવી ઋતુ હતી અને ચોકીદારો ઠંડી ઉડાડવામાં પડી ગયા હતા.  જંગલમાર્ગ છોડીને મેદાને આવતાં પહેલાં એક ક્ષણભર એ થોભી ગયો. એ મનમાં ને મનમાં વિચારી રહ્યો: ‘એક રીતે કૃષ્ણદેવે એને છેક છેલ્લી ઘડીએ ચેતવણી આપીને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકી દીધો હતો, તો બીજી રીતે એ પણ ઠીક થયું હતું. આ પ્રદેશ તજીને કુમારપાલ ચાલ્યો ગયો હતો, એટલે પોતાની સ્થિતિ હવે સ્પષ્ટ થઇ જતી