અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 2

  • 3.3k
  • 1
  • 2.2k

૨ કુમારપાલની વિદાય! ઉદયન સ્તંભતીર્થમા રાજા જેવો હતો. કુમારપાલને એણે ત્યાં ઘણા વખત સુધી સાચવ્યો હતો. છતાં જયસિંહદેવની શક્તિનો મર્મ ઉદયનથી અજાણ્યો ન હતો. नाझामंगं सहन्तें એ ઉક્તિ મહારાજ જયસિંહદેવ વિશે અક્ષરેઅક્ષર સાચી હતી એટલે અત્યારે પોતાના ઉપર હવે જરા જેટલું પણ શંકાનું વાદળ આવે એવું કોઈ સાહસ કરવામાં એને સોએ સો ટકાનું જોખમ લાગતું હતું.  સૈનિકોની વાતમાંથી આંહીંથી પરિસ્થતિ વિશે એણે બે વસ્તુ પકડી લીધી: એક તો, કુમારપાલની સાથે હવે પોતાને કોઈ જોઈ જાય એ જરા પણ ઈચ્છવા જેવું ન હતું. મહારાજના પુત્ર વિશેની વાત એને સમજાઈ ન હતી, પણ મહારાજની પાસે અનેક અવનવી વાતો રજૂ થતી હોય તેમ