પ્રકરણ 41 ઇજ્જત...!! સુરેશનાં શરીરમાં રહેલી આશા અવનીશ અને હર્ષાની સામે જોઇને બોલે છે .... " શું અવનીશ તારો પ્રેમ એટલો બધો આંધળો હતો કે તું મારી સામે જોઈ પણ ના શક્યો... ? શું મારો પ્રેમ એટલો બધો ખરાબ હતો.. ? જો મારી જગ્યા પર... આ ... આ તારી હર્ષા હોત તો શું કરેત... ? અવનીશ પ્રેમ એની જગ્યા પર અને એક સ્ત્રીની માન અને મર્યાદા એની ઈજ્જત એની જગ્યા પર... સ્ત્રી એના વગર અધૂરી છે.... અધૂરી.... !!! " અને આશાની આત્મા ચીસ પાડીને રડી ઉઠે છે.... અને તુલસી બોલી ઉઠે છે " તો હવે ... શુ જોઈએ છે... ?