વરદાન કે અભિશાપ - ભાગ 21

  • 2.4k
  • 1
  • 1.1k

વરદાન કે અભિશાપ (ભાગ-૨૧)             (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. નરેશ અને સુશીલાને ત્યાં પુત્રનો જન્મ થયો. બધા બહુ જ ખુશ હતા. નરેશ પણ ખુશ હતો કેમ કે તેનું આખો પરિવાર હવે પૂરો થઇ ગયો હતો. સુશીલાએ  એક દિવસ રજાઓમાં પિયરમાં જવાનું નકકી કર્યું. મેળામાં ફરવા નીકળ્યા એ વખતમાં અચાનક જ પલક અને તેની સાથેના બંને નાના બાળકોએ ધૂનમાં ને ધૂનમાં તેમની ચાલવાની બીજી દિશા બદલી દીધી. હજી તો માંડ પાંચ મિનિટ જ થઇ હશે કે નરેશ અને સુશીલાને તેમની પુત્રી પલક ન