ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 116

  • 2.1k
  • 812

 (૧૧૬) રાજપૂતાના સમકાલીન કવિઓની વાણીમાં પ્રતાપ            દુરસા આઢાનો જન્મ ઇ.સ. ૧૫૩૫ માં મારવાડના ધૂંદલા ગામમાં થયો હતો. મેહોજી પિતાનું નામ હતુ. અને ધન્નીબાઈ માતાનું નામ. નાનપણમાં પિતા સન્યાસી થઈ ગયા. માંએ દુ:ખ વેઠીને દુરસાને મોટા કર્યા. તેઓ ચારણ હતા. એક ખેડૂતના ખેતરમાં નાનપણમાં મજૂરી કરતા હતા પરંતુ ભાગ્યયોગે કોઇ ઠાકોરે તેમની તેજસ્વિતા જોઇ. તે સમયના જોધપુરના રાજા માલદેવને આ બાળકની હોંશિયારીની વાત કરી. પછી તો ગામનો પટ્ટો જ એમના નામનો કરી દેવામાં આવ્યો.          તેમના ત્રણ લગ્ન થયા હતા. ચારણ જ્ઞાતિમાં બે અને પાસવાન બાઈ કેસર સાથે ત્રીજું. એમના છ પુત્રો હતા. ઇ.સ. ૧૫૭૧ માં પાલી જિલ્લાના ગુંદોજ