ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 114

  • 1.8k
  • 618

(૧૧૪) મહારાણા પ્રતાપ અને કવિ પ્રીથીરાજ            “ચંપાદે, તેં મોગલ દરબારની નવી ખબર સાંભળી?” એક રાજપૂત મનસબદારની પત્નીએ, મંદિરમાં પૂજા કરવા જતી ચંપાને પૂછ્યું.          “ના, હમણાં તો એવા કોઇ સમાચાર સંભળાયા નથી.” હસીને ચંપા બોલી. “ચંપાદે, તું હસે છે? મને નવાઈ લાગે છે. પ્રીથિરાજે ગઈકાલે મેવાડી મહારાજા બાબતે, તેઓ શરણે આવશે કે નહિ એ બાબતે, વિવાદમાં ઉતરીને બાદશાહને ચુનૌતી આપી કે, સૂર્ય પૂર્વમાં ઉગવાનું ભલે છોડી દે પરંતુ મહારાણા પોતાની સ્વતંત્રતા કદાપિ નહીં છોડે. ઓબાદે પણ કહેતા હતા કે, મોટું જોખમ ઉભું કર્યું છે.”          “પરંતુ મને તો કાંઈ કહ્યું નથી.”          તું જાણે? કદાચ સ્ત્રીઓને કવિ રાજનીતિ