સત્ય એ જ ઈશ્વર છે - 42 - છેલ્લો ભાગ

  • 1.6k
  • 664

૪૨. પ્રકીર્ણ મૃત્યુ બાળક, જુવાન કે બુઢ્ઢા મરે તેથી આપણે શાને ભયભીત થઇએ ? એક ક્ષણ એવી નથી કે જ્યારે જગતમાં ક્યાંયે જન્મ અને મરણ થઇ રહ્યાં નથી. જન્મથી રાજી થવુંને મરણથી ડરવું એમાં ભારે મૂર્ખતા છે એમ આપણને લાગવું જ જોઇએ. જેઓ આત્મવાદી છે - અને આપણા - માંનો કોણ હિંદુ મુસલમાન પારસી આત્માના અસ્તિત્વને માનતો નથી ? - તે તો જાણે છે કે આત્મા મરતો નથી. એટલું જ નહીં, પણ જેઓ જીવે છે તે ને મૂઆ છે તે બધા જીવો એક જ છે, તેના ગુણો એક છે, તો પછી જગતનો ઉત્પત્તિ લય દરેક ક્ષણે થયા જ કરે છે