અરે અજય ..... .. સંભાળી ને.. કોઈ છોકરા ને મોટે થી બુમ પાડી ને કહ્યું એટલે તરત જ મારું ધ્યાન એ છોકરી તરફ ગયું.હું ત્યાં જ બગીચા ના બાંકડા પર બેઠો હતો અને પેલી છોકરી હાથ માં નાળીયેર પાણી લઈ ને બગીચા માં આવતી હતી. એ કોઈ અજય ને બુમ પાડી રહી હતી. પછી એકાએક મારી નજર મારા બાંકડા તરફ આવતા યુવાન છોકરા પર ગઇ, એ જ અજય હતો જેને પેલી છોકરી સંભાળી ને ચાલવા નું કહેતી હતી પહેલા તો ધ્યાન માં ન આવ્યું પણ પછી ખબર પડી કે એ અજય ના હાથ માં ઘોડી નો ટેકો