નવરંગ (૧૯૫૯) – રીવ્યૂ

  • 2k
  • 1
  • 746

ફિલ્મનું નામ : નવરંગ       ભાષા : હિન્દી પ્રોડ્યુસર : વી. શાંતારામ   ડાયરેકટર : વી. શાંતારામ    કલાકાર : મહિપાલ, સંધ્યા, કેશવરાવ દાતે, ચંદ્રકાંત માંડરે, બાબુરાવ પેંઢારકર, આગા, વત્સલા દેશમુખ, વંદના સાવંત  અને જીતેન્દ્ર (જુનિયર આર્ટીસ્ટ) રીલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર ૧૯૫૯         શાંતારામ રાજારામ વાનકુદ્રે ઉર્ફ વી. શાંતારામ જે અન્નાસાહેબના નામથી જાણીતા હતા, એક નોખી માટીના કલાકાર અને દિગ્દર્શક હતા. તેમની કળાનું સામર્થ્ય એ હતું કે તેમની મરાઠી ફિલ્મ ‘માણુસ’ ની તારીફ ખુદ ધ ગ્રેટ ચાર્લી ચેપ્લિને કરી હતી.         તેમણે શરૂઆત મુક ફિલ્મોમાં અભિનયથી કરી હતી, પણ તેમની અંદર એક પ્રતિભાશાળી દિગ્દર્શક છુપાયેલો હતો. ‘નેતાજી પાલકર’ નામની ફિલ્મ દિગ્દર્શિત