દરિયા નું મીઠું પાણી - 17 - દિકરી દિવાળી

  • 1.5k
  • 686

દિવાળીના અવસરે નિલેષભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસેક કુટુંબની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે આવીને ઉભા રહ્યા.ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધીમાં તો ઝૂંપડપટ્ટીમાંથી નિકળીને ઝડપભેર આવી પહોંચેલ ખાસ્સાં એવાં બાળકોનો ગાડીની ચારેબાજુ જમાવડો થઈ ગયો. થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ પણ આવી પહોંચી. મેલાંઘેલાં કપડાં પહેરેલ સ્ત્રીઓ અને અર્ધનગ્ન બાળકોના અતિ કોલાહલ ભર્યાં અવાજો વચ્ચે ઘડીકવારમાં તો કપડાં અને મીઠાઈનું વિતરણ પણ થઈ ગયું.ઝુંપડપટ્ટીનાં લગભગ બધાં જ કુટુંબોને કપડાં અને મીઠાઈ અપાઈ ચુકી હતી છતાંય અવાજો આવ્યે જતા હતા.... 'એ ભઈ!આ બેનને મીઠાઈ રઈ જઈ છે.એ સાયેબ! આ સોકરાને એક જરસી હોય