મારી નવી જોબ

  • 2.1k
  • 2
  • 780

મને એક સરકારી સ્કૂલમાં જોબ બે હજારની સાલમાં મળી,ત્યારે હું એમ.એડ.કરતી હતી.પણ સદનસીબે ફોર્મ ભર્યું અને જોબ મળી ગઈ. મારી જોબ એવા ગામમાં મળી હતી કે કોઈ બસની સગવડ ન હતી, ના કોઈ રોડની પણ વ્યવસ્થા કાચો રોડ હતો આવવું હોય કે જવું હોય તો ત્રણ કિલોમીટર ચાલવું પડે ત્યારે રોડ પર કોઈ સાધન મળે ભાગ્યેજ સઘડો મળી શકે. મને જોબ મળી અને હું હાજર થવા ગઈ પહેલા દિવસે મેં બાળકોને જોયો તો એ મને જોઈને ખૂબ જ ખુશ હતા. મને યાદ છે કે મેં બધા બાળકોના ચહેરા તરફ જોયું તો બધા બાળકો એક નજરે મારી સામું જોઈ રહ્યા હતા