સંસ્કાર - 6

  • 2.2k
  • 2
  • 1.1k

સંસ્કાર ૬ જીવનમાં પહેલી જ વાર ખોટુ. અને અનીતિ નુ પગલું ભર્યું.અને એમાં આટલી મોટી સફળતા મળી.મારુ હ્રદય આટલી મોટી રકમ જોઈને ખુશી થી ઉછળવા લાગ્યુ હતુ.ઝુમવા લાગ્યુ હતુ. બસ.હવે તો આ જ માર્ગ સાચો.મેં મનોમન નિશ્ચય કરી લીધો.કે હવે આજ ધંધો કરવો છે.કાળી મહેનત મજુરી કરીને કમાયેલા રૂપિયા માંડ પંદર મિનિટ મારા ખિસ્સા મા રહયા હતા. અને આ બે આંગળી ની કરામત થી હૂ બે મિનિટ મા માલામાલ થઈ ગયો હતો. રૂપિયા ખિસ્સામાં મૂકી હું પાકીટ ફેકવા જતો હતો.ત્યાં મારી નજર પાકીટ માં રાખેલા બે કાગળો ઉપર પડી.એક તો આંતરદેશી પત્ર હતુ.અને બીજું કોઈ જ્વેલર્સ ની દુકાન ની રસીદ