ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 109

  • 2.1k
  • 858

(૧૦૯) બેગમોનું સમ્માન ઇ.સ. ૧૫૮૫ની સાલ હતી. રહીમ ખાનખાનાને ગુજરાતમાં બળવાખોર સુલતાન મુઝફરશાહને પરાસ્ત કરીને ભારે નામના મેળવી હતી. ગુજરાતથી શાહીસેના આગ્રા તરફ રવાના થઈ. રહીમ ખાનખાનાન પોતાની બેગમો સાથે આ સેના લઈને મુસાફરી કરી રહ્યાં હતા. રાજપૂતાનાની હદમાં પ્રવેશ્યા. શિરોહીમાં પડાવ નાંખ્યો. “બેગમ, આવતી કાલે અમે શિકારે જઈશું. તમે સેના સાથે રહેશો ને? રહીમખાનની વાત સાંભળતાજ બેગમો બોલી ઉઠી.” શિકારે આપ જશો અને અમે અહીં છાવણીમાં બેસી રહીશું. ના, એ અમારાથી નહિ બને. આપ તો કવિ છો. સું આપ એ નથી જાણતા કે, સ્ત્રી અને પુરૂષે ફૂલ અને સુગંધની માફક એકબીજામાં ઓતપ્રોત રહેવું જોઇએ.” ઓકટોબર મહિનાની શરૂઆતના દિવસો હતા.