સંભાવના - ભાગ 1

(15)
  • 7.5k
  • 2
  • 4.6k

શિયાળાની સુંદર સવાર છે.પક્ષીઓનો ચારે તરફથી આવતો મધુર અવાજ અને આ ભીની ભીની માટીની સુગંધ વલસાડ શહેરના વાતાવરણને વધુ આહલાદક બનાવી રહ્યા છે. વલસાડ શહેરની મધ્યમાં જ એક નાનકડું પણ અતિ સુંદર ઘર છે. તે ઘરમાં મોટાભાગની વસ્તુઓ એન્ટિક હતી. મેઈન દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ ઘરના છ સભ્યોની તસવીર લગાવેલી છે. દરેક સભ્યની તસવીર જોઈને અંદાજો લગાવી શકાય એવું હતું કે આ ઘરના બધા સભ્યો ખૂબ જ ખુશ અને સંપન્ન છે. ઘરના સૌથી વડીલ એવા યશવર્ધન પટેલ એક રિટાયર્ડ પોલીસ ઓફિસર છે. જે પોતાના નિત્યક્રમ મુજબ ઘરના બગીચામાં બેઠા ચા ન