ગુમરાહ - ભાગ 16

(15)
  • 3.1k
  • 2
  • 2.1k

ગતાંકથી.. પૃથ્વી તેના તરફ શકની નજરે જોઈ રહ્યો .લાલ ચરણે જણાવેલું કારણ તેને યોગ્ય લાગ્યું નહીં .તેને તો એમ જ લાગ્યું કે : મારા મકાન પર સંદીપને એટલા માટે જ મોકલ્યો હોવો જોઈએ કે ચક્કર થી હું મરી ગયો છું કે કેમ તેની તેને ખબર પડે. "ખરેખર, લાલચરણ જબરો નાટકબાજ અને વેશધારી છે. ઠીક, બચ્ચા, આગળ ઉપર જોઈ લઈશ, એમ સ્વગત કહી પૃથ્વી પોતાને સોંપાયેલું કાર્ય કરવામાં તલ્લીન થઈ ગયો. હવે આગળ.... 'લોક સેવક 'માટે લેખ લખતા લખતા પણ પૃથ્વીના મગજમાં લાલ ચરણ માટે ખૂબ જ શંકાઓ ઊપજ્યા કરી. તે લેખ લખવામાં પ્રવૃત્ત હતો ત્યાં અચાનક લાલચરણે તેણે તેને બોલાવ્યો