અર્ચિતાને હવે બહુ એકલું લાગવા લાગ્યું હતું,આમ તો એ પહેલેથી જ એકલી રહેવાવાળી છોકરી હતી પણ પાછલા બે ત્રણ દિવસથી તો એણે પોતાની જાતને રૂમમાં બંધ જ કરી દીધી હતી..અર્ચિતાના દોસ્ત નહોતા એવું નહોતું. સ્કૂલથી લઈને કોલેજ સુધી એને અઢળક દોસ્ત બનાવ્યા હતા પણ ભણવા સિવાયની કોઈપણ વાત એના મોઢે સાંભળવા જ ન મળતી.કોઈપણની સાથે કંઈપણ વાત કરી લેવી,ખોટી ગોસીપ કરવી કે, દોસ્તોના અફેર વિશેની વાતો કર્યા કરવી આ બધી વાતોમાં અર્ચિતાને સહેજ પણ રસ ન હતો. ન એનામાં હક જતાવી પોતાની વાત શેર કરવાની આવડત હતી.એ પોતાની દુનિયામાં જ રહેતી.હા કોઈની વાતને શાંત મને સાંભળી એને સમજણ મુજબની સલાહ