ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 37

  • 1.6k
  • 1
  • 834

૩૭ કાક આવ્યો આનકરાજ ને સુધવા દેવી ગયાં-ન-ગયાં કે મહારાજે કાકને જોયો: ‘કાકભટ્ટ, સિંહ કે શિયાળ? પહેલું એ બોલી દે, વિગત પછી! કુમારપાલે ઉતાવળે જ કહ્યું.  ‘સિંહ, મહારાજ! સિંહ!’ ‘થયું ત્યારે! હવે માંડીને કહે, ક્યાં છે ધારાવર્ષદેવજી?’ એટલામાં પરમાર ધાર પણ દેખાયો. કુમારપાલ પહેલી જ વખત કાંઈક સ્થિર વાતાવરણમા એણે નિહાળી શક્યો. એની શરીરસમૃદ્ધિ જોઇને એ છક થઇ ગયો. અર્બુદગિરિના આરસમાંથી જાણે કોઈ શિલ્પીએ વજ્જર-દેહ ઘડ્યો હોય!  ‘ધાર પરમાર! આવો-આવો આંહીં મારે પાસે આવો!’ મહારાજે એને પ્રેમથી બોલાવ્યો.  ધાર પરમાર આગળ આવ્યો. એણે મહારાજના પગે હાથ મૂક્યો: ‘પ્રભુ! બલ્લાલને તો કાકભટ્ટે હણી જ નાખ્યો! મહારાજનો પ્રતાપ બધે વિજય મેળવી રહ્યો