ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 34

  • 1.6k
  • 2
  • 914

૩૪ દ્વન્દ્વજુદ્ધ ત્યાગભટ્ટ વાઘની ઝડપે કૂદતો દેખાયો. તે સીધો કલહપંચાનનના હોદ્દા ઉપર જ ઊતરતો જણાયો. એક જ પળ અને એની સમશેર મહારાજ કુમારપાલના ઉપર જનોઈવઢ કાપ દેતી પડી ગઈ હોત; પણ એના પગ હાથીના કુંભસ્થળને સ્પર્શે-ન-સ્પર્શે ત્યાં તો શ્યામલે કલહપંચાનનને જરાક જ પાછો હઠાવી લીધો. એટલી ત્વરાથી એ થયું કે ત્યાગભટ્ટ સીધો જમીન ઉપર જ જઈ પડ્યો. એ ઊભો થવા જાય તે પહેલાં તો એના માથા ઉપર ચારે તલવારો લટકી રહી હતી. એક ભાલો એની છાતી ઉપર મંડાયો હતો. એક પણ ઘા થાય તે પહેલાં તો તેને તરત જ બે મલ્લોએ પકડી લીધો. આ શું થઇ ગયું એ અર્ણોરાજને ખબર