ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 33

  • 1.8k
  • 2
  • 958

૩૩ શ્યામલ મહાવતનો પ્રત્યુત્તર! પ્રભાત થતાં સોલંકીસેનાએ જોયું તો શાકંભરીનું સૈન્ય પણ લડાઈ માટે તૈયાર જ ઊભેલું દીઠું! કૂચ વહેલી આદરીને પ્રભાતનાં પહેલાં કિરણો સાથે જ જુદ્ધને જગાડી દેવાની યોજનાની શાકંભરીને ખબર પડી ગઈ હતી. ભીમસિંહનું આહ્વાન એક હુંકાર સાથે ઊપડી લઈને, અર્ણોરાજે સાંભરની ગજસેનાને તરત આગળ વધવાનો હુકમ આપી દીધો હતો. દરેકને પોતાના વિજયની ખાતરી હતી.  પ્રભાત થતાં તો શંખનાદથી, ઘંટાઘોષથી, રણશીંગડાથી, ઢોલ. ત્રાંસા ને તંબાળુથી આખું રણમેદાન જાગી ઊઠયું. હોકારા થવા માંડ્યા. સુભટોની રણબિરદાવલી સંભળાવવા લાગી. ચારણો, ભાટો ને કવિરાજો ઘૂમવા માંડ્યા. એકબીજાને જોદ્ધાઓ નામ દઈદઈને બોલવા મંડ્યા. કુમારપાલ મહારાજનો ‘કલહપંચાનન’ સેંકડો ગજરાજની સેના વચ્ચે નાનાં પહાડ જેવો