ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 32

  • 1.7k
  • 2
  • 936

૩૨ નવાનવા રંગ! યુદ્ધની ઘોષણાએ છાવણીમાં અવનવા રંગ પ્રગટાવવા માંડ્યા. કુમારપાલને પોતાના બળમાં દ્રઢ વિશ્વાસ હતો. સૈન્યમાં અને સામંતોમા કૃષ્ણદેવના મૃત્યુને લીધે છાનોછાનો વિરોધ હતો. પણ એની અસિધારાએ તમામને શાંત રાખ્યા હતા. પણ જયારે અર્ણોરાજનું પ્રબળ સૈન્ય પાસે હોવાના સમાચાર આવ્યા ત્યારે ગુપ્ત મંત્રણાની હવા છાવણીમા ઊભી થતી જણાઈ. બંને સૈન્યો વચ્ચે રાતના વખતે  સાંઢણીસવારોની અવરજવર વધી ગઈ. ગોવિંદરાજે ફરીને પણ ચેતતા રહેવાનો શબ્દ મોકલ્યો. એ પોતે જુદ્ધ વખતે પોતાનો રંગ બતાવવાનો. પણ કુમારપાલને ખાતરી થઇ ગઈ કે પોતે ચારે તરફ ફેલાયેલી અસંતોષની અગ્નિજ્વાળા વચ્ચે જ ઊભો હતો. સંકટ આવવાનું છે એ જાણતાં એનો રણોત્સાહ વધો ગયો. એકલા હાથે સૈન્યનાં