ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 31

  • 1.7k
  • 1
  • 856

૩૧ જુદ્ધનો સંદેશો શાકંભરીને પંથે પડેલું ગુજરાતનું સૈન્ય ઝડપી કૂચ કરતું સોમેશ્વર વટાવી આગળ વધ્યું. અરવલ્લીની પર્વતમાળાના જમણે હાથે રાખી દઈ લવણવતીને (લુણી નદી) મળનારી એક નાનકડી નદીના કિનારા ઉપર સૈન્યે પડાવ નાખ્યો. પર્ણાશાની એક શાખા પડખેના ભાગમાં વહેતી હતી. પાછળ રહેલું બધું સૈન્ય આવી મળે ને પદાતિ, હયદળ ને ગજદળને પૂરતો આરામ મળે, પછી આગળ વધવું એવો નિર્ણય થયો. નદીના બંને કિનારે છાવણી નાખવાનો હુકમ થયો. એક જ મુકામ જેટલે દૂર શાકંભરીની હદ હતી. કોઈ અચાનક ઘા ન કરી બેસે તે માટે પાછળના ભાગને વાગ્ભટ્ટ સાચવતો હતો. મુખ આગળ ઉદયનનો  મુકામ હતો. પડખે કાકભટ્ટ પડ્યો હતો. વિક્રમ, કેલ્હણ, કચ્છનો