ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 30

  • 1.6k
  • 1
  • 810

૩૦ ફેરવી તોળ્યું! થોડી વાર પછી ઉદયન પાસે આયુધ આવ્યો. પણ રાતદીના એક પળના પણ આરામ વિના કરેલી કાકભટ્ટની ત્વરિત મુસાફરી સિવાય બીજો પ્રકાશ તેની પાસેથી મળ્યો નહિ. એટલામાં વૈદરાજ આવ્યા. કાકભટ્ટની માવજતમાં સૌ પડી ગયા.  થોડી વાર પછી ઉદયન એકલો વિક્રમદેવના મહાલયે જવા નીકળ્યો.  એ ત્યાં પહોંચ્યો, તો મહોત્સવની તૈયારી સંપૂર્ણ થઇ ગઈ હતી અનેક યોદ્ધાઓ, સૈનિકો, સામંતો ત્યાં મંડપમાં મહારાજની રાહ જોતા ભેગા થયા હતા. વિક્રમસિંહ અધીરાઈથી મહારાજને આવકારવાની પ્રતીક્ષા કરતો ત્યાં દ્વાર પાસે જ ઊભેલો જણાયો. ઉદયન એકલો આવ્યો એ એણે જોયું. એના પેટમાં ધ્રાસકો પડ્યો. એટલામાં વ્યાઘ્રરાજ એની પાસે આવી પહોંચ્યો. તેણે ધીમેથી કહ્યું: ‘પ્રભુ! ચેતી