ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 29

  • 1.7k
  • 1
  • 874

૨૯ વિક્રમસિંહનો સત્કાર! કાક જ્યારે ઉતારે પહોંચ્યો ત્યારે એનું મગજ જાણે કોઈ કામ કરતું ન હોય તેવું જણાયું. નર્મદાતટનું દ્રશ્ય એની નજર સામે હજી તર્યા કરતું હતું. હવામાં ઊછળતો કેશવનો શ્યામ વાજી એની નજર સામેથી ખસતો ન હતો. એણે જે જોયું એ હજી પણ એના માનવામાં આવી શકતું ન હતું, આયુધ સામે ઊભો હતો છતાં એણે બૂમ મારી: ‘આયુધ!’  આયુધ બે હાથ જોડીને સામે આવ્યો: ‘પ્રભુ! શું છે? હું તો આંહીં જ ઊભો છું!’ ‘અરે, આયુધ! તેં કોઈ બે જણાને તૈયાર થઈને હમણાં જતા જોયા?’ ‘હા પ્રભુ! તમારા આવ્યા પહેલાં થોડી વારે, આપણી સામેના પેલા ભૃગુઆશ્રમમાંથી બે સવારો ઊપડી ગયા