ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 25

  • 1.4k
  • 1
  • 818

૨૫ દેવલ આવી! કૃષ્ણદેવના સમાચારે રાતભર પાટણને આશ્ચર્યમાં રાખું. રાજસવારી નિયમ પ્રમાણે નીકળી. સેંકડો ને હજારો માણસો ત્યાં જોવા માટે ઊભા હતા. કલહપંચાનન દેખાયો અને આશ્ચર્યનું આશ્ચર્ય થયું! કૃષ્ણદેવ ત્યાં હતો નહિ! મહારાજ કુમારપાલ હતા – અને કુમારપાલની પડખે કોણ હતું? કુમારપાલની પડખે છત્ર નીચે એક નમણી બાઈ બેઠી હતી. રાજવૈભવી ગર્વનો છાંટો પણ એના ચહેરા ઉપર નજરે પડતો ન હતો. અધિકારનું તેજ પણ ત્યાં ન હતું. કોઈ સશક્ત પ્રતાપી ચહેરાની છાયા પણ એનામાંથી ઊઠતી ન હતી. પહેલી નજરે આવી સાદી સરળ પણ નમણી બાઈ, કોઈને માતા જેવી કે ધાત્રી જેવી લાગે એ રાણી ભોપલદેવી, ગુર્જરેશ્વર કુમારપાલની પત્ની હતી. પણ