૨૨ રાજાધિરાજ! ચૌલિંગ પાટણ આવ્યો ત્યારે આ સ્થિતિ હતી. એણે જોયું કે એનું કામ ઘણું મુશ્કેલ હતું. એ એકદમ પ્રગટ થાય તો-તો એનો કોઈ ભરોસો જ ન કરે, એટલું જ નહિ, કદાચ બંધન જ મળે. આમ્રભટ્ટને સાધવામાં પણ એ જ જોખમ હતું. એટલે એને આમ્રભટ્ટને સાધવાની વાત માંડી વાળવી પડી. પહેલાં તો કોઈ રીતે એને મહારાજનો વિશ્વાસ મેળવવાનો હતો. મહારાજને અત્યારે એની જરૂર પણ હતી. એને ખબર મળ્યા કે કલહપંચાનનને વશ રાખનાર કોઈ મળતો ન હતો. મહાવત વિના એ ગજેન્દ્ર કોડીનો હતો. એને યોગ્ય મહાવત હોય તો એનું મૂલ હજાર હાથીથી પણ અધિક હતું. મહારાજને હાથીની કિંમત હતી, પણ આંહીં