ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 21

  • 1.9k
  • 1
  • 1.1k

૨૧ કૃષ્ણદેવનો ગર્વ એમ કહેવાય છે કે વિજયા કરતા વિજય ભયંકર છે. વિજયાનો નશો બે પળ સ્વપ્ન-સ્વર્ગ દેખાડે, જ્યારે વિજયનો નશો તો  બે જ પળમાં, સ્વપ્નમાં ન હોય એવું નરક બતાવે. વિજયાનું પાન કરીને માણસ ભાન ભૂલે, પણ વિજયને તો જોતાં જ ભાન ભૂલે. વિજયાને તજી દે એટલે માણસ સો ટકાનો; વિજયને તજી દે એટલે બે બદામનો. વિજયાના, ભગવાન શંકરને નામે પણ માણસ બે છાંટા નાખે; પણ વિજયને તો પોતાની જાત સિવાય બીજું કોઈ દેખાય જ નહિ ને! કૃષ્ણદેવને જ્યારે રાજસભાના અંતે પોતાના વિજયનું ભાન થયું અને એનું અર્ધુંપર્ધુ ભાન તો ત્યારે જ ઊડી ગયું. થોડુંક બચી ગયું હતું તે