ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 20

  • 2k
  • 1
  • 1.2k

૨૦ શાકંભરીના પંથે કાકભટ્ટે અનુમાનથી કહ્યું હતું, પણ ખરી રીતે તેમ જ થયું હતું. કુમારપાલની અભિષેક-પળ એટલી વીજળીક ત્વરાથી આવી પડી હતી કે વિચાર કરવાની કોઈ તક જ કોઈને સાંપડી ન હતી. કેશવ સેનાપતિ, ત્રિલોચન કે મલ્હારભટ્ટને પણ કાંઈ જ ખબર ન પડી. એમને આટલી બધી ત્વરાનો ખ્યાલ ન હતો. તેમ જ તત્કાલ તમામ કાર્યક્રમો વિચારમાત્રને રૂંધી દેશે એ ખ્યાલ પણ નવો હતો. તેમણે દરવાજા બંધ થવાની હાકલ સાંભળી અને બીજાં કોઈ પગલાં ભરાય, તે પહેલાં એમના પગ ઘોડાના પેંગડામા હતા. પછી તો પવનવેગે ભાગવાનું જ હતું. પાટણનો દરવાજો સપાટાબંધ વટાવ્યો. પવનવેગે રસ્તે પડી ગયા. પાછળ કોઈનો ગજરાજ પડ્યો હોય