ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 19

  • 2.2k
  • 2
  • 1.3k

૧૯ અભિષેકમહોત્સવ કુમારપાલ ત્યાં ઊભેલો દ્રષ્ટિએ પડ્યો અને એક સનસનાટીભરેલી અશાંતિની હવા વ્યાપી ગઈ. બીજો કોઈ એની સાથે હતો, એ પણ સ્વપ્નભ્રમ જેવું થઇ ગયું જણાયું! કેશવ તો એણે ત્યાં જોતા જ ચમકી ગયો. એ ક્યાંથી ને શી રીતે આવ્યો એ ત્રિલોચનને સમજાયું નહિ. મલ્હારભટ્ટે એને બર્બરકના પંજામાં ‘એ ગયો’ એવી સ્થિતિમાં નિહાળ્યો હતો, એમાંથી સહીસલામત જોયો અને એ હેબતાઈ ગયો. એક જરાક જ ગણતરીભૂલે એ બચી ગયો લાગ્યો. એની સાથેનો કર્ણાટકમલ્લ અદ્રશ્ય થઇ ગયો હતો અને તે પણ એટલી તો વિદ્યુતઝડપે કે હજી એના હોવા-ન-હોવા વિષે કાંઈ સ્પષ્ટ થઇ શકતું ન હતું, એટલે કુમારપાલ એમાંથી આબાદ નીકળી ગયો હતો.