ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 16

  • 2.2k
  • 1
  • 1.2k

૧૬ યોજનામાં યોજના સરસ્વતીના તીરમાં તારાસ્નાન કરીને કાકભટ્ટ પાછો ફરી રહ્યો હતો. મહારાજ સિદ્ધરાજને અગ્નિદાહ દીધો હતો એ સ્થળ આવતાં એની નજર સહજ એ તરફ વળી ને કોઈ સ્વપ્ન જોયું હોય તેમ એ થંભી જ ગયો. અરે! સેનાપતિ કેશવ અહીં અત્યારે ક્યાંથી? એને નવાઈ લાગી. ઝડપથી એક નાનકડા ઝાડની પાછળ તે છુપાઈ ગયો, એ શું છે તે જોવા લાગ્યો. થોડી વાર થઇ. મલ્હારભટ્ટ આવતો દેખાયો. ‘બંને એકીસાથે આંહીં?’ કાકને વધુ આશ્ચર્ય થયું. મલ્હારભટ્ટને કેશવ એમની મંત્રણા કરીને પાછા ફરતા આ તરફથી આવી રહ્યા હતા. કાકભટ્ટ એમને જતા જોઈ રહ્યો. ભોંભાંખળું હજુ થતું આવતું હતું, એટલે પોતાને એમણે જોયેલ હોય તેમ