ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 15

  • 2.3k
  • 1
  • 1.3k

૧૫ મધરાતની મંત્રણા પાટણમાં હવે વિદ્યુતવેગે બનાવો બનવા માંડ્યા. રાત્રીઓએ જાગરણ શરુ કર્યા. દિવસોએ ઉતાવળી ગતિ પકડી. પળમાં ઘડીનું મહત્વ આવ્યું. ઘડીને યુગપરિવર્તનનું માન મળ્યું. એકએક શબ્દને સેંકડો અર્થ પરણી બેઠા. એની છેડાછેડીની માથાકૂટમાં સામાન્ય માણસ સમજણ વિનાનો બન્યો. સમજણવાળો મૂંઝાઈ ગયો. મૂંઝવણવાળો તો માથે ઓઢીને સૂઈ ગયો. માત્ર એક જ વસ્તુ સૌને અનિવાર્ય જણાતી હતી: રાજપરિવર્તન આવી રહ્યું હતું એ ચોક્કસ! કેશવ સેનાપતિએ મહારાજના અંતિમ શબ્દ પણ જીવનન્યોછાવરીનો જગન માંડ્યો હતો, એટલે એણે હવે નિંદ્રા ન હતી, નિરાંત ન હતી, શાંતિ ન હતી. કૃષ્ણદેવ ઉપર કેટલો આધાર રાખી શકાય એની એને પહેલાં શંકા હતી. હવે એ વિશે એને ખાતરી