૧૧ મલ્હારભટ્ટને પાઠ શિખવાડ્યો અવિચળ રાજભક્તિથી જો સિંહાસન પાસે ઊભા રહેવાનું હોય તો બર્બરક પછી બીજો આંકડો પડે મલ્હારભટ્ટનો. એવી અવિચળ રાજભક્તિ. એવો વ્યક્તિપ્રેમ. પણ માલવામાં એને ઉદયનનો ભેટો થયો, ત્યારથી એનો કોઈ એકાદ ગ્રહ તો વાંકો જ રહેતો હતો. વડવાળી પ્રપા પાસે કુમારપાલ જેવો કોઈક છે, એ પત્તો એણે પોતે જ ઘણા પ્રયત્ને મેળવ્યો હતો. મહાઅમાત્યને વાત કરી હતી. ધાર પરમાર ત્યાં રાત રહ્યા હતા. એમણે કોઈકને જોયાની વાત કરી. મલ્હારભટ્ટની વાતને ટેકો મળ્યો. લોકશંકા અકારણ જાગ્રત ન થાય, માટે સાંજ પડ્યા પછી પ્રપાને ઘેરવાનું નક્કી થયું. રાતના અંધારપછેડામા કુમારપાલને લપેટી લેવાનો ભાર એના ઉપર મુકાયો. જીવનની મહેચ્છાનો મોટામાં