ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 10

  • 2.2k
  • 2
  • 1.3k

૧૦ કૃષ્ણદેવની પ્રિયતમા કેટલીક સ્ત્રીઓમાં ચાતુરી હોય છે. કેટલીકમાં આવડત હોય છે. કોઈકમાં એક અનોખું રૂપ જ મુખ્ય થઇને રહે છે. ક્યાંક આકર્ષણ જડે છે. કોઈ ઠેકાણે સામાન્ય સમજણનો સાગર હોય છે. ક્યાંક રસની ભરતી મળે છે. કોઈમાં કેવળ અદ્ભુત ‘હવા’ વસે છે. એક કવિની કલ્પના, બીજી કુદરતની સર્જકતા પાટણનગરીની નીલમણિમા કુદરતે પોતાની સર્જકતાનો આ અક્સ્માત સર્જ્યો હતો.  એની ચાતુરી, રૂપથી જુદી નહિ; રૂપ રસથી જુદું નથી; આકર્ષણ હવાથી ભિન્ન નહિ; હવા ને રસ છુટ્ટાં નહિ; એ સઘળાં એનામાં હતાં અને એ બધામાં નીલમણિને મળેલા આ વારસાએ એણે એક સિદ્ધિ પ્રાપ્ત કરાવી. રંગીલો, શોખીન, લાડીલો ગર્વીલો, રણઘેલો – એવો પાટણનો